Gujarat Police Recruitment 2026: ખાખી વર્દી પહેરીને દેશસેવા કરવા થનગની રહેલા લાખો યુવાનો માટે અત્યંત મહત્વના અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Recruitment Board - GPRB) દ્વારા રાજ્યમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) ની ભરતી પ્રક્રિયાને વેગ આપતા શારીરિક કસોટી (Physical Test) માટેનું સત્તાવાર સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે અને હવે મેદાન પર પરસેવો પાડવાનો સમય પાકી ગયો છે.
ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ, વર્ગ-3 સંવર્ગની કુલ 13,591 જેટલી જંગી જગ્યાઓ ભરવા માટે આ મહાભરતી યોજાઈ રહી છે. જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અન્વયે, આગામી તારીખ 21 જાન્યુઆરી, 2026 થી સમગ્ર રાજ્યમાં શારીરિક કસોટીનો પ્રારંભ થશે. આ માટે ઉમેદવારોએ અગાઉથી પોતાના કોલ લેટર મેળવી લેવાના રહેશે. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઉમેદવારો તારીખ 12 જાન્યુઆરી, 2026 ના રોજ બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઈન માધ્યમથી પોતાના કોલ લેટર (Call Letter) ડાઉનલોડ કરી શકશે.
પરીક્ષા સમયે આટલું ખાસ ધ્યાન રાખવું
ઉમેદવારોએ પરીક્ષા સ્થળે જતી વખતે કોલ લેટરની પ્રિન્ટ સાથે અસલ ઓળખનો પુરાવો (Original ID Proof) જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવું ફરજિયાત છે. આ ઉપરાંત, તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ પણ સાથે રાખવા હિતાવહ છે. બોર્ડે ઉમેદવારોને સોશિયલ મીડિયા પર ચાલતી ખોટી અફવાઓથી દૂર રહીને માત્ર સત્તાવાર વેબસાઈટ પર આવતી સૂચનાઓને અનુસરવા અપીલ કરી છે.
કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરશો? (How to Download Call Letter)
જો તમે આ ભરતી માટે ફોર્મ ભર્યું છે, તો નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરીને તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો:
સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in ઓપન કરો.
મેનુ બારમાં દેખાતા 'Call Letter' ઓપ્શન પર ક્લિક કરી 'Preliminary Exam Call Letter' પસંદ કરો.
ત્યારબાદ Select Job માં જઈને સંબંધિત જાહેરાત પસંદ કરો.
તમારો કન્ફર્મેશન નંબર (Confirmation Number) અને જન્મ તારીખ (Birth Date) નાખો.
છેલ્લે 'Print Call Letter' પર ક્લિક કરતા તમારી હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે.
DOWNLOAD CALL LETTER : - Click Here

Comments
Post a Comment